700 likes | 955 Views
ખેતી વિષયક ગણના ૨૦૧૦-૨૦૧૧. સેટકોમ તાલીમ કાર્યક્રમ. તા.: ૦૮-૦૯-૨૦૧૧ સમય: ૧૪.૦૦. સ્થળ: BISAG ગાંધીનગર. કૃષિ નિયામક અને મહેસુલ વિભાગ ગુજરાત રાજય, ગાંધીનગર. પ્રસ્તાવના :.
E N D
ખેતી વિષયક ગણના ૨૦૧૦-૨૦૧૧ સેટકોમ તાલીમ કાર્યક્રમ તા.: ૦૮-૦૯-૨૦૧૧ સમય: ૧૪.૦૦ સ્થળ: BISAG ગાંધીનગર કૃષિ નિયામક અને મહેસુલ વિભાગ ગુજરાત રાજય, ગાંધીનગર
પ્રસ્તાવના: • વિશ્વ ક્ક્ષાએ Food and Agriculture Organization(FAO) મારફત ખેતી વિષયક ગણનાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેનો અમલ ભારતમાં પ્રથમ વર્ષથી જ એટલે ૧૯૭૦-૭૧ થી થયેલ છે. • ગુજરાતમાં સૌપ્રથમ ખેતી વિષયક ગણના : ૧૯૭૦-૭૧ • ખેતી વિષયક ગણનાદર પાંચ વર્ષે કરવામાં આવે છે. • ખેતી વિષયક ગણના ૨૦૧૦-૨૦૧૧ એ ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા સંચાલીત નવમી વ્યાપક ખેતી વિષયક ગણનાની યોજના છે. • જેનુ સંદર્ભ વર્ષ ૧ લી જુલાઇ – ૨૦૧૦ થી 30 મી જુન – ૨૦૧૧ છે.
એગ્રી સેન્સસ કમિશનર - PSRD સંયુક્ત ખેતી નિયામક - એ.સે. જિલ્લા સમિતિના ચેરમેન કલેકટરશ્રી જિલ્લા સમિતિના સભ્ય સચિવ અધિક કલેકટરશ્રી તાલુકા કક્ષાએ તમામ સંકલન મામલતદારશ્રી L-1, L-૨, L-3, H પત્રકો તલાટી કમ મંત્રીશ્રી ઇનપુટ સર્વેની કામગીરી જિલ્લા આંકડા અધિ., આંકડા મદદનીશ, ખેતી અધિ.,ગ્રા. સ. કામગીરીનું અમલીકરણ રાજય કક્ષાએ તમામ સંકલન
પ્રથમ તબક્કાની કામગીરી • પત્રક એલ.૧ :- ગામમાં રહેતા અને ગામમાં જમીન ઓપરેટ કરતા તેમજ અન્ય ગામમાં જમીન ઓપરેટ કરતા ઓપરેશનલ હોલ્ડીંગની યાદી • પત્રક એલ.રઃ- ગામમાં જમીન ઓપરેટ કરતાં પરંતુ ગામમાં ન રહેતા હોય (બીન રહેવાસી) તેવાહોલ્ડર્સની યાદી. • પત્રક એલ.૩ :- ગામની તારીજ. • ટેબલ-૧ :- ઓપરેશનલ હોલ્ડરની સંખ્યા તેમજ હોલ્ડિંગ હેઠળના વિસ્તારનું વિવિધ પ્રકારે વર્ગીકરણ.
બીજા તબક્કાની કામગીરી • પત્રક એચઃ- કુલ ગામોના ૨૦% ગામોના તમામ રહેવાસી અને બીન રહેવાસી ઓપરેશનલ હોલ્ડરનો સમાવેશ થાય છે. • પત્રક-એચ અંતર્ગત ઓપરેટેડ વિસ્તારનો ફેલાવો, ભોગવટાનાદરજ્જા પ્રમાણેની ઓપરેટેડ જમીન, જમીન વપરાશ, કૂવા અને પાતાળકૂવાની સંખ્યા, સાધનવાર ચોખ્ખો પિયત વિસ્તાર, પાકવાર પિયત/બિ. પિ. વિસ્તાર વિ. માહિતીનો સમાવેશ • પત્રક એસ.એસઃ પત્રક એચ ની ગામ તારીજ
ત્રીજા તબક્કાની કામગીરી ઇનપુટ સર્વે ૨૦૧૧-૨૦૧૨ • ભારત અને ગુજરાતમાં સૌપ્રથમ ઇનપૂટ સર્વેઃ ૧૯૭૬-૭૭ • ઇનપૂટ સર્વેદર પાંચ વર્ષે યોજવામાં આવે છે. • બીજ઼ા તબક્કમાં પસંદ કરેલ ૨૦% ગામોમાંથી ૭% પસંદ ગામોના પાંચ સાઇઝ ક્લાસના ૨૦ ખેડૂતોનો પ્રશ્નાવલી મુજબ પુછપરછના આધારે ઇનપુટ વપરાશ અંગેનો સર્વે. • હેતુઃ- રાસાયણીક્ ખાતરો, વધુ ઉત્પન્ન્ા આપતી જાતો, જંતુનાશકદવાઓ, છાણીયુ ખાતરો, સેન્દ્ગીય ખાતર, જૈવીક ખાતર, ખેતી વિષયક્ ઓજ઼ારો-યંત્રો, પશુધન, ખેત ધીરાણ તેમજ સંક્લીત જી઼વાત નિયંત્રણ જેવા ઇનપૂટસના વપરાશની જાણકરી મેળવવી.
પ્રથમ તબક્કાની કાર્ય પઘ્ધતિ • ખેતી વિષયક ગણના ૨૦૧૦-૨૦૧૧ માટે ખેતી વિષયક ગણના ૨૦૦૫-૦૬ મુજબ જ આ વખતે પણ ગુજરાત રાજ્યના ખાતેદાર ખેડૂતોનું Land RecordComputerization (LRC) ખાતે કોમ્પ્યુટરાઇઝ થયેલ રેર્ક્ડનો ઉપયોગ કરી સેન્સસ હાથ ધરવામાં આવનાર છે. • તમામ ઓપરેશનલ હોલ્ડીંગને આવરી લઇ કદવાર અને સામાજિક વર્ગવાર ઓપરેશનલ હોલ્ડીંગની સંખ્યા અને વિસ્તારને લગતી માહિતી એક્ત્રિત કરવામાં આવશે. • પ્રથમ તબક્કે પત્રક એલ-૨, એલ-૩ અને તેની માર્ગદર્શિકા ક્ષેત્રીય ક્ક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેની વિગતો બે નક્લમાં સુચવ્યા મુજબ તૈયાર કરવાની રહશે.
પ્રથમ તબક્કાની કાર્ય પઘ્ધતિ • સૌ પ્રથમ ગામમાં જમીન ઓપરેટ કરતા (બીન રહેવાસી) પરંતુ તે ગામમાં રહેતા ન હોય તેવા ઓપરેશનલ હોલ્ડીંગની વિગત પત્રક એલ-૨ માં દર્શાવવી. • જયારે પત્રક એલ-૧ અત્રેથી ઉપલબ્ધ થતાં પત્રક એલ-૨ની બીન રહેવાસી ઓપરેશનલ હોલ્ડરની તૈયારકરેલ વિગતો ચકાસી સંબંધિત ગામના તલાટીશ્રીને મોક્લી આપવાની છે. • NIC ની મદદથી L.R.C. ખાતે ઉપલબ્ધ વિગતોનો સમાવેશ કરી કોમ્પ્યુટરાઇઝ એલ-૧ પત્રક્ની પિન્ટ નક્લો આપને આપવામાં આવનાર છે. જેમાં ખૂટતી વિગતો જેવી કે ઓપરેશનલ હોલ્ડરનો સામાજિક વર્ગ (Social Status), જ઼ાતિ (Sex) તેમજ ખેડૂતનોદરજજ઼ો (Holding type) ની વિગતો કોડ સ્વરૂપેદર્શાવવાની છે.
પ્રથમ તબક્કાની કાર્ય પઘ્ધતિ • પત્રક્ એલ-૧માં બીન રહેવાસીઓપરેશનલ હોલ્ડીંગના ખાતા નંબર સામે રદ (X) ની નિશાની દર્શાવી નોંધમાં જે ગામમાં સબંધીત પત્રક એલ-૨ મોક્લાવેલ હોય તે ગામનું નામદર્શાવવાનું રહેશે. • જે તલાટીશ્રીને પત્રક એલ-૨ મળે તેઓએ એલ-૨ના કોલમ-૮ માં જે તે ઓપરેશનલ હોલ્ડરના રહેણાક્ના ગામનો L-૧નો ખાતા નંબર અચૂક્દર્શાવવાનો રહેશે. જો ખાતા નંબર ઉપલબ્ધ ન હોય તો તેની પણ નોંધકરવી.
પત્રક એલ-૨ ભરવાની સમજુ઼તિ • ગામમાં થોડી પણ જમીન ઓપરેટ કરે છે પણ ગામમાં રહેતા નથી અને તાલુકાની હદમાં આવેલા અન્ય ગામમાં રહે છે તેવા ઓપરેશનલ હોલ્ડીંગની યાદી બનાવી તેની વિગત તે હોલ્ડરના સંબંધિત રહેણાક્ના ગામવાર અલગ અલગL-૨ પત્રક્માં ભરવાની છે. • જે થી રહેણાંક્નું ગામ જે તલાટીના સેજ઼ામાં પડતુ હોય તે તલાટીશ્રીને પત્રક એલ-૨ મોક્લવાનું છે. એક નક્લ તલાટી પોતાની પાસે રાખશે અને બીજી નક્લ ઓપરેશનલ હોલ્ડીંગના રહેણાંક્ના ગામના તલાટીશ્રીને મોક્લવાની રહેશે.
પત્રક એલ - ૨ ભરવાની સમજુતિ પત્રક્ એલ-૨-બ- કો-૭ માં ઓ. હોલ્ડર જે ગામમાં રહેતો હોય તે ગામનું નામ લખવું. તેમજ રહેણાંક્નું ગામ જયાં આવેલું છે તે તલાટીનો સે જો અને રેવન્યુ સર્ક્લની માહિતી પણ આ પત્રક કોને પહોચતું કરવાનું છે તે નક્કી કરી શકય તે માટે આપવી.
પત્રક એલ - ૨ ભરવાની સમજુતિ કો-૧ અ.નં. : ઓ. હોલ્ડરને સળંગ અ.નં. આપવા તેમજ આ યાદીમાં પ્રથમ વ્યક્તિગત હોલ્ડર ત્યારબાદસંયુક્ત અને છેલ્લે સંસ્થાકિય ઓ. હોલ્ડર લેવા. કો-૧-અ માં ઓ. હોલ્ડરનો ખાતા નંબર અચૂક દર્શાવવો
પત્રક એલ - ૨ ભરવાની સમજુતિ કો-૨ ઓ. હોલ્ડર્સનું પુરૂ નામ: આ કોલમમાં ઓ. હોલ્ડરની ઓળખ સરળતાથી પ્રસ્થાપિત થાય તે માટે પિતા/પતિના નામ સાથે પુરૂ નામ અવશ્ય દર્શાવવું. કો-૩ : ઓ. હોલ્ડીંગનો દરજજો વ્યક્તિગત- 1, સંયુક્ત-2 સંસ્થાકિય-9કોડ અંગ્રેજીમાં દર્શાવવો.
પત્રક એલ - ૨ ભરવાની સમજુતિ કો-૫: ઓ. હોલ્ડરની જાતિ Male: પુરૂષ -1,Female: સ્ત્રી --2, અને સંસ્થાકિય -9કોડ અંગ્રેજીમાં દર્શાવવો. કો-૪ સામાજિ઼ક્ દરજજો અંગ્રેજી કોડમાં અનુસૂચિત જાતિ-1, અનુસૂચિત જનજાતિ-2, અન્ય-3અને સંસ્થાકિય- 9
પત્રક એલ - ૨ ભરવાની સમજુતિ કો-૭ ભૌગોલિક વિસ્તાર ૭/૧૨ પ્રમાણે હેક્ટર આર માં દર્શાવવો કો-૬ સર્વે/પો.હી. હિસ્સા કો-૮: જે તે ઓ. હોલ્ડરના રહેણાક્ના ગામનો L-૧નો ખાતા નંબર અચૂક દર્શાવવાનો રહેશે. જો ખા.નં. ઉપલબ્ધ ન હોય તો તેની નોંધ પણ કરવી
પત્રક એલ - 3 ભરવાની સમજુતિ અ-૧ અને અ-૨ માં ઓળખ અંગેની વિગતો દર્શાવવાની છે.
પત્રક એલ - 3 ભરવાની સમજુતિ મુદાનં-૧, ૨ તથા નં-૪ ની વિગત તલાટીશ્રી દ્વારા ભરવાની નથી. ઓ. હોલ્ડીંગ સિવાયના અન્ય વિસ્તારમાં મુદા નં-૩(ક થી ચ) સુધીની વિગતો દર્શાવવાની છે.
પત્રક એલ - 3 ભરવાની સમજુતિ ખેતી વિષયક ગણના ૨૦૧૦-૨૦૧૧ LRC પરથી તૈયાર કરવાનું છે, આથી તલાટીશ્રીએ બ્લોક-ક માં રહેવાસી ઓપરેશનલ હોલ્ડીંગની સંખ્યાનું વિભાજન દર્શાવવાનું રહેશે નહિ.
પત્રક એલ - 3 ભરવાની સમજુતિ આ પત્રક એલ-૩ ની બે નક્લ બનાવવાની છે. એક નક્લ તલાટીશ્રી પાસે રહેશે અને બીજી઼ નક્લ મામલતદાર ક્ચેરી દ્વારા જ઼રૂરી ચકસણી ર્ક્યા બાદ ખેતી નિયામક્શ્રીની ક્ચેરી, ગાંધીનગરને મોક્લી આપવાની રહેશે.
પત્રક એલ-૩ ભરવાની સમજુ઼તિ • (ડ) ખેતી વિષયક માળખાગત સુવિધાઓ: આ વિભાગમાં તલાટીશ્રીએ પોતની જાણકારી મુજબ કે તપાસ કરીને અધતન વિગતો ગામનાં ભૌગોલિક વિસ્તારની હદને ઘ્યાને રાખીને તેની સામે આપેલ બોક્ષમાંદર્શાવવી. ૧. ગામના જાહેર તળાવોની સંખ્યા : ગ્રામ પંચાયત કે સ્થાનિક સંસ્થા દ્વારા હરાજી઼ કરવામાં આવતા અને છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી એક વખત મત્સ્યોધોગ માટે વપરાશમાં લેવાયેલ હોય તેવા મોટા જાહેર તળાવો આવરી લેવાના રહેશે.
પત્રક એલ-૩ ભરવાની સમજુ઼તિ ૨. જાહેર ગોડાઉનોની સંખ્યા : પબ્લીક કે પ્રાઇવેટ ગોડાઉન કે જેનું માલિકીપણું ઘ્યાને ન લેતાં તે ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતાં ગોડાઉનોનો સમાવેશ કરવાનો રહેશે. પરંતું રહેણાંક્ના મકાનમાં ગોડાઉનની સગવડતા ધરાવતા હશે તો તેને ગોડાઉન તરીકે ગણી શકશે નહિ. પ્રાઇવેટ કંપનીના માલીકીના કે લાંબા ગાળા માટે ભાડા પટે રાખેલ ગોડાઉનો ગણતરીમાં લેવાના રહેશે નહિ. ખાતર અને સીમેન્ટ કંપનીઓના ગોડાઉનોનો પણ સમાવેશ કરવામાં આવશે નહિ.
પત્રક એલ-૩ ભરવાની સમજુ઼તિ ૩.જાહેર કોલ્ડ સ્ટોરેજ઼ની સંખ્યાઃ ખેડૂતોનું ખેત ઉત્પાદન સંગ્રહ કરવાના ઉપયોગમાં લેવાતા કોલ્ડ સ્ટોરેજનો જ સમાવેશ કરવાનો રહેશે. ૪. ખાતર અને જંતુનાશકદવાઓના વિતરકોની સંખ્યા કાયમીદુકાન ધરાવતાં અને લાયસન્સ ધરાવતાં એવા દુકાનદારો/ વિતરકો કે જયાંથી ખેડૂતો ખાતર/ જંતુનાશકદવાઓ ખરીદી શકે તેવા વિતરકોની સંખ્યા.
પત્રક એલ-૩ ભરવાની સમજુ઼તિ ૫. બિયારણ વિતરકોની સંખ્યા : ખેડૂતો જયાંથી બિયારણ મેળવી શકે તેવા છુટક વિતરકો કે કાયમી વેચાણ કેન્દ્ગોનો સમાવેશ કરવાનો રહેશે. ૬. ખેત ધિરાણ સંસ્થાઓની સંખ્યા : ખેત ધિરાણ સંસ્થાઓમાં કોમર્શીયલ બેન્ક, ગ્રામીણ બેન્કો, કો-ઓપરેટીવ બેન્ક (પ્રાથમિક ખેતી વિષયક સહકારી સોસાયટી, પ્રાથમિક ખેતી વિષયક સહકારી અને ગ્રામ વિકાસ બેન્ક) અને રાજય સહકારી ખેતી અને ગ્રામીણ બેન્ક્ની શાખાઓનો સમાવેશ કરવાનો રહેશે.
પત્રક એલ-૩ ભરવાની સમજુ઼તિ ૭. પશુદવાખાનાની સંખ્યા : સરકારી કે પ્રાઇવેટ પશુદવાખાના કે જયાંથી ખેડુતોપોતાના ઢોર-ઢાંખરનીદવાઓ કરી શકે તેવા પશુ દવાખાનાઓની સંખ્યા દર્શાવવાની રહેશે. ૮. માન્ય ગંજ઼ બજ઼ારોની સંખ્યા : જે તે ગામમાં આવેલ ગંજ બજારોની સંખ્યા દર્શાવવાની રહેશે. ૯. ખેતી ધિરાણ સોસાયટીની સંખ્યા : પ્રાથમિક ખેત ધિરાણ સંસ્થાઓ, પ્રાથમિક્ ખેત ધિરાણ સહકારી સંસ્થાઓ અને ગ્રામીણ વિકાસ બેન્ક્નો સમાવેશ કરવાનો રહેશે. આ સંખ્યા અનુ. નં. ૬ માંદર્શાવેલ સંખ્યા કરતા ઓછી રહેશે.
પત્રક એલ-૩ ભરવાની સમજુ઼તિ ૧૦. ગામ કાયમી માર્ગ રસ્તેથી જ઼ોડાયેલ છે કે કેમ ?આખું વર્ષ ઉપયોગમાં લઇ શકાય તેવાં મોટર રસ્તેથી જ઼ોડાયેલ ગામ. પરંતુ, તે પાકા ડામર રસ્તેથી જ઼ોડાયેલ હોય તેવું જરૂરી નથી. “નજી઼ક્ના અંતરે” આવો કાયમી રસ્તો આવેલ હશે તો પણ તે રોડથી જોડાયેલ છે તેમ ગણવાનું છે. આ પ્રકારના રોડ ઉપર નજી઼ક્ના કાચા રસ્તાથી પગપાળા ચાલીને રોડ પર રાખેલ વાહન મારફત માલ-સામાનની હેરફેર થવી જોઇએ.
પત્રક એલ-૩ ભરવાની સમજુ઼તિ ૧૧.ગામ વિજળીના જોડાણથી જોડાયેલ છે કે કેમ? જે તે ગામ વિજળીના જોડાણથી જોડાયેલ હોય તો તેની સામેના કોલમમાં ૧ લખવુ જો ના હોય તો 0 લખવાનુ રહેશે. ૧૨. પ્રાથમિક સારવાર કેન્દ્રની સંખ્યા જે તે ગામમાં આવેલ પ્રાથમિક સારવાર કેન્દ્રની સંખ્યા દર્શાવવાની રહેશે. ૧૩. પાઈપ લાઈનથી પીવાના પાણીની વ્યવસ્થા છે કે કેમ? જે તે ગામ પાઈપ લાઈનથી પીવાના પાણીની વ્યવસ્થા હોય તેની સામેના કોલમમાં ૧ લખવુ જો ના હોય તો 0 લખવાનુ રહેશે.
પત્રક એલ-૩ ભરવાની સમજુ઼તિ ૧૪. પ્રાથમિક/ માધ્યમિક શાળાની સંખ્યા જે તે ગામમાં આવેલ પ્રાથમિક/ માધ્યમિક શાળાની સંખ્યા દર્શાવવાની રહેશે. ૧૫. સરકારી પોસ્ટ ઓફિસ છે કે કેમ? જે તે ગામમાં સરકારી પોસ્ટ ઓફિસ હોય તો દર્શાવવાની રહેશે. જો ગામમાં સરકારી પોસ્ટ ઓફિસ હોય તો તેની સામેના કોલમમાં ૧ લખવુ જો ના હોય તો 0 લખવાનુ રહેશે.
પત્રક એલ - 1 કો.-૧ Sr No. છે. L-૨ અને L-૧ ની યાદી સંપૂર્ણ અધતન થયેથી તમામ ક્રમ લાલ શાહીથી નવેસરથી સળંગ દર્શાવવાના છે.
પત્રક એલ - 1 કો-૩: ઓ. હોલ્ડરનું નામ ઓળખ માટે કો-૨: ઓ.હોલ્ડરનો ખાતા નંબર
અલગ-અલગ સામાજિક વર્ગના ઓપરેટરો સંયુક્ત હોલ્ડીંગ ધરાવે તો તે કિસ્સામાં જેહોલ્ડર જમીન ઓપરેટ કરવામાં અને નિર્ણય લેવામાં મુખ્ય ભાગ ભજવે છે તેના સામાજિક દરજજાને આ કોલમમાં દર્શાવવાનો છે. કો-૪ સામાજિક દરજજોઅંગ્રેજી઼કોડમાં અનુસૂચિત જાતિ-1, અનુસૂચિત જનજાતિ-2, અન્ય-3અને સંસ્થાક્યિ-0. આ માહિતી ક્ષેત્ર કાર્યકરે જાત માહિતી કે જાત તપાસ ના આધારે ભરવાની રહેશે.
સંયુક્ત હોલ્ડીંગમાં જેજાતિના હોલ્ડર જમીન ઓપરેટ કરવામાં / નિર્ણય લેવામાં મુખ્ય ભાગ ભજવે તે હોલ્ડીંગની જાતિનો કોડ દર્શાવવાનો છે. કો-૫: ઓપરેશનલ હોલ્ડરની જાતિ Male: પુરૂષ -1,Female: સ્ત્રી -2,અને સંસ્થાકીય -9કોડ અંગ્રેજીમાં દર્શાવવો.
વ્યક્તિગત: જે હોલ્ડીંગ એક વ્યક્તિ અથવા એક્જ રસોડે જમતા એક કરતાં વધુ સભ્યો દ્વારા સંયુક્ત રીતે ઓપરેટ થાય સંયુક્ત: જુ઼દા જુ઼દા રસોડે જ઼મતા બે અથવા બે કરતા વધારે સભ્યો આર્થિક અને તાંત્રિક રીતે સંયુક્ત જવાબદારીથી જમીન ખેડતા હોય સંસ્થાક્યિ: સરકારી ફાર્મ, ટ્રસ્ટ, પંચાયત કે અન્ય સંસ્થા દ્વારા ઓપરેટ થતી જમીન કો-૬: ઓપરેશનલ હોલ્ડીંગનો દરજજો વ્યક્તિગત- 1, સંયુક્ત-2અથવા સંસ્થાક્યિ-9.
કો-૭(Survey No.): ખાતેદારનો સર્વે નંબર કો-૮: Area in Hect. Are: ખાતેદારનો ઓપરેટેડ વિસ્તાર
સામાન્ય સૂચનો • આપને આપવામાં આવનાર કોમ્પ્યુટરાઇઝએલ-૧ પત્રક્માં બિન રહેવાસી ઓપરેશનલ હોલ્ડીંગ સામે રદ (X) ની નિશાની કરી તેને લાલ શાહીથી સળંગ લીટીદોરી રદ કરવાનો રહેશે. • રદ કરેલ ઓપરેશનલ હોલ્ડીંગ જે ગામમાં રહેતા હોય તે ગામનું નામ પત્રક એલ-૧ માં છેલ્લે નોંધવાનું છે અને તે ગામના તલાટીશ્રીને તેવા ખેડૂતોનું પત્રક એલ-૨ તૈયાર કરી મોકલવાનું છે
સામાન્ય સૂચનો • જે તલાટીશ્રીને પત્રક એલ-૨ મળે ત્યારે તેઓએ એલ-૨ ના કોલમ-૮ માં જે તે ઓ. હોલ્ડરના રહેણાક્ના ગામનો કોમ્પ્યુટરાઇઝ L-૧નો ખાતા નંબર અચૂકદર્શાવવાનો રહેશે. • જો આ ગામના રહેવાસી ખેડૂતની તમામ જમીન અન્ય ગામમાં હોય તો તેનો ખાતા નંબર L-૧ માં ઉપલબ્ધ ન થાય તેથી તેની પણ નોંધ “ખા.નં. નથી” તેમ એલ-૨ ના કોલમ-૮ માં અચૂક કરવી
સામાન્ય સૂચનો અત્રેથી આપવામાં આવેલ કોમ્પ્યુટરાઇઝ એલ-૧ પત્રક માં ગૌચર, રોડ-રસ્તા-માર્ગ, તળાવ, મંદિર-મસ્જિ઼દ અન્ય ધાર્મિક સ્થળો, સરકારી પડતર-સરકારી બીન સરકારી ખરાબો, જંગલ, ગામતળ, સ્મશાન, સરકાર હસ્તક્ની જમીન, ઉકરડા, વાડા, બીનખેતીની જમીનો, સોસાયટી વિસ્તાર તેમજ અન્ય ખેતી સાથે ન સંક્ળાયેલ સર્વે નંબરોદર્શાવવામાં આવેલ હોય તો તેવા સ.નં.ને રદ કરી તેના પર લાલ શાહીથી સળંગ લીટી મારવાની છે.
સામાન્ય સૂચનો ઓપરેશનલ હોલ્ડરનું રહેઠાણ અન્ય તાલુકા કે જી઼લ્લામાં હોય અને તેની જ઼મીન અન્ય તાલુકા કે જી઼લ્લામાં હોય તો તેવી જ઼મીનની વિગત ખેતી વિષયક ગણનાના હેતુ માટે ઓ. હોલ્ડરના જ઼મીન ધારણ કરેલ જ઼ે તે તાલુકા કે જી઼લ્લાના જ઼ે તે ગામમાં જ઼ રહેવાસી ખેડૂત તરીકે ગણવાની છે. કારણ કે ખેતી વિષયક ગણનાના હેતુ માટે તાલુકો તે ગણતરીનો મુખ્ય એક્મ છે.
અર્થઘટન અને વ્યાખ્યાઓ ઓપરેશનલ હોલ્ડીંગઃ પૂરેપુરી અથવા એવી જમીન કે જેનો અમુક ભાગ ખેતી ઉત્પાદનના હેતુ માટે વપરાય છે. તેવી બધી જ જમીન કે જેનું સંચાલન માલિકી (ટાઇટલ), કાયદો તેમજ કદ કે સ્થાનને ઘ્યાનમાં લીધા સિવાય એક તાંત્રિક એક્મ તરીકે એક વ્યક્તિ પોતે એક્લો અથવા સંયુંક્ત રીતે અથવા બીજ઼ા સાથે રહીને કરતા હોય તેને ઓપરેશનલ હોલ્ડીંગ ક્હેવાય છે.
અર્થઘટન અને વ્યાખ્યાઓ ઓપરેશનલ હોલ્ડર • એક એવી વ્યક્તિ કે જેની જવાબદારી ઓપરેશનલ હોલ્ડિંગનું સંચાલન કરવાની છે. • તે તાંત્રીક પહેલ કરવા માટે તથા આર્થિક બાબતો માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય. • આવા ઓપરેશનલ હોલ્ડર વ્યક્તિગત, સંયુક્ત કે સંસ્થાક્યિ હોઇ શકે છે.
અર્થઘટન અને વ્યાખ્યાઓ તાંત્રિક એકમ મજુ઼રો, યંત્રો, ઓજારો, પશુ(બળદો), અન્ય ખેત ઉત્પાદનના સાધનો વિગેરે જેટલા જમીન વિસ્તારમાં એના એ જ વપરાતાં હોય અને એક જ સંચાલન નીચે હોય તે જમીન વિસ્તારને તાંત્રિક એકમ ક્હેવાય છે. સેન્સસના હેતુ માટે હોલ્ડીંગનું સંચાલન એક જ તાંત્રિક એકમ તરીકે થવું જરૂરી છે
અર્થઘટન અને વ્યાખ્યાઓ ઓપરેટ કરેલો વિસ્તાર • સંદર્ભ હેઠળના વર્ષમાં જમીનનો થોડો ભાગ પણ ખેત-ઉત્પાદનના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હોય તો ખેડાણ હેઠળનો અને બિન ખેડાણ વિસ્તાર બંનેની કુલ જમીનને ઓપરેટ કરેલો વિસ્તાર કહેવાય. • જો હોલ્ડીંગ વિસ્તારમાં ફાર્મનાં મકાનો અને રહેણાંકના મકાનો આવેલા હોય તેવા વિસ્તારનો આ વિસ્તારમાં સમાવેશ કરવો પણ જો આ મકાન ગામતળમાં આવેલા હોય તો તેવા મકાનના વિસ્તારનો આ વિસ્તારમાં સમાવેશ કરવાનો નથી.
અર્થઘટન અને વ્યાખ્યાઓ ઓપરેટ કરેલો વિસ્તાર • સરકારી જંગલ વિસ્તાર, સરકારી ખરાબા હેઠળની જમીન, ગામની ગૌચરની જમીન, ગામતળ વિગેરે વિસ્તારનો સમાવેશ ઓપરેટ કરેલા વિસ્તારમાં કરવાનો નથી. • સંદર્ભના વર્ષમાં હોલ્ડીંગનો સમગ્ર વિસ્તાર ખેતીના ઉપયોગમાં ન હોય અને ચાલુ પડતરમાં પણ ન હોય અને બે કે તેથી વધુ વર્ષથી વધારે સમય માટે પડતર હોય તો તે હોલ્ડીંગને ખેતી વિષયક ગણના માટે ઓ. હોલ્ડીંગ તરીકે ગણવાનું નથી કારણ કે સંદર્ભના વર્ષે તે નોન ઓ. હોલ્ડીંગ રહ્યું છે.
અર્થઘટન અને વ્યાખ્યાઓ ઓપરેટ કરેલો વિસ્તાર • તેમ છતાં ઓપરેશનલ હોલ્ડીંગનો સમગ્ર વિસ્તાર સંદર્ભના વર્ષમાં ચાલુ પડતર તરીકે રહ્યા હોય તેને ઓપરેશનલ હોલ્ડીંગ ગણવાનું છે. • ધણા કિસ્સાઓમાં જમીન એકજ કુટુંબનાં સભ્યો વચ્ચે વહેંચાયેલી હોય જેમ કે પતિ-પત્નિ અને નાની ઉમરનાં બાળકો પણ કુટુંબનાં વડા તરીકે પતિ દ્વારા જ઼ જમીન ખેડાતી હોય તો આવા કિસ્સામાં એ ઓ. હોલ્ડીંગને એક વ્યક્તિગત ઓપરેશનલ હોલ્ડીંગ તરીકે ગણવુ.
અર્થઘટન અને વ્યાખ્યાઓ ઓપરેટ કરેલો વિસ્તાર કેટલાક કિસ્સામાં જમીનદફતરમાંસંયુક્ત ખાતા દર્શાવવામાં આવ્યા હોય જ્યારે હકીકતમાં ખાનગી રીતે આ સંયુક્ત ખાતાઓની જુદા જુદા સભ્યો દ્વારા જમીન વ્યક્તિગત રીતે ઓપરેટ થતી હોય આવા કિસ્સામાં જ્યાં વિવાદ ન હોય ત્યાં વ્યક્તિગત રીતે જેટલા હોલ્ડીંગ ઓપરેટ થતા હોય તેટલાં હોલ્ડીંગને અલગ-અલગ વ્યક્તિગત ઓપરેશનલ હોલ્ડીંગ ગણવાના છે.
અર્થઘટન અને વ્યાખ્યાઓ ઓપરેટ કરેલો વિસ્તાર ધણાં કિસ્સામાં ખાતાવહીની ખાતામાં ત્રણ કે ચાર વ્યક્તિનાં નામ ખાતેદાર તરીકે બતાવવામાં આવે છે અને જમીનદફતર ઉપર એકજ હોલ્ડીંગ બતાવવામાં આવ્યું હોય જ્યારે હકીકતમાં આ ત્રણ કે ચાર ભાઈઓ ખરેખર વ્યક્તિગત રીતે જમીન ઓપરેટ કરતાં હોય તેમાં કોઈ કાયદાકીય રીતે વિભાજન થતું ન હોય તો ખેતી વિષયક ગણનાનાં હેતુ માટે ત્રણ કે ચાર વ્યક્તિગત ઓપરેશનલ હોલ્ડીંગ ગણવા.
અર્થઘટન અને વ્યાખ્યાઓ • ઓપરેટ કરેલા વિસ્તારમાં નીચે મુજબની જમીનનો સમાવેશ થાય છે. (અ) પોતાની માલિકીની અને જાતે ખેડતા હોય તેવી જમીન: જમીન કે જેના ઉપર ખેડૂતોનો કાયમી વારસાગત કબ્જાનો અધિકાર હોય તેવી જમીન જેમાં • સરકાર અગર તો અન્ય પાસેથી સોંપણી દ્વારા મેળવેલી જમીન જેના ઉપર ફેરબદલીના હક્ક સાથે અગર હક્ક વગર કાયમી વારસાગત કબજો મળે છે તેવી જમીન. • કાયમી ભાડા ઉપર ધારણ કરેલી જમીનમાં નીચે મુજબની જમીનનો સમાવેશ થાય છે. (ક)જાતે જ ખેડતા હોય (ખ)કુટુંબનાં સભ્યો દ્વારા ખેડાતી જમીન અને (ગ)મજૂર મારફત ખેડાતી જમીન.
અર્થઘટન અને વ્યાખ્યાઓ (બ) ભાડે લીધેલી જમીન: (કાયમી કબજા હેઠળ હક્કવગરની)આ પ્રકારમાં નીચે મુજબનીજમીનોનો સમાવેશ થાય છે. ૧.નક્કી કરેલી રકમથી ભાડે ૨.નક્કી કરેલા ઉત્પાદનનાં બદલાથી ભાડે ૩.ઉત્પાદનનાં અમુક ભાગનાં બદલાથી ભાડે ૪.વપરાશ ભોગવટાથી ગીરો રાખેલી જમીન ૫.અન્ય શરતોથી ભાડે રાખેલ (વિગતદર્શાવવી)
અર્થઘટન અને વ્યાખ્યાઓ ક)અન્ય રીતે ઓપરેટ થતી જમીન : આવી જમીનમાંદબાણથી મેળવેલી જમીન બળજબરીથી મેળવેલ જમીન ગેરકાયદે મેળવેલ જમીન અથવા ઝધડા વાળી જમીનનો સમાવેશ થાય છે. આવી જમીનો વ્યાખ્યા મુજબ પોતાની માલીકીની કે ભાડે રાખેલ જમીન ગણી શકાય નહીં.
પત્રક-એચ • દરેક રેવન્યુ સર્કલમાં આવેલા કુલ ગામોનાં ૨૦% પસંદ ગામોમાંનાં બધાજ ઓપરેશનલ હોલ્ડર જેઓ રહેણાંક્ના ગામમાં જમીન ઓપરેટ કરતા હોય અને તે જ તાલુકાના અન્ય ગામમાં જમીન ધારણ કરતા હોય તેવાદરેક ઓપરેશનલ હોલ્ડર માટે અલગ-અલગ પત્રક એચ ભરવાનું છે. • દરેક ઓપરેશનલ હોલ્ડરની મુખ્ય માહિતી જેવી કે હક્ક અને ભોગવટો, જમીન વપરાશ, પિયત અને પાકની વિગત ગામના નમૂના ૭/૧૨ માંથી મળી રહેશે.
પત્રક-એચ • જે તે ઓપરેશનલ હોલ્ડીંગમાં આવતા બધા જ સર્વે/પો.હિ. નંબરવાર વિસ્તારની માહિતી લખ્યા પછી કોલમવાર સરવાળો કરવાનો રહે છે. • જો આ ઓપરેશનલ હોલ્ડરની આ ગામ સિવાય તાલુકાના અન્ય ગામમાં જમીન આવેલી હશે તો ટેબલ-૧ તૈયાર કરવા માટે જ તે ગામનાં તલાટી તરફથી પત્રક એલ-૨ અને એજ ખાતેદાર માટેનું પત્રક એચ પણ જરૂરી વિગત સાથે મોકલવાનું રહેશે અને તે વિગત પણ આ ગામનાં તે ઓપરેશનલ હોલ્ડીંગનાં પત્રક એચમાં ઉમેરવાની થશે.