310 likes | 499 Views
નિઃસહાય વનરાજની ગર્જના ભારતના ગીરના સિંહની મદદ માટે આગળ આવો. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટએ રજીસ્ટર્ડ એન . જી . ઓ . છે . અમે એશિયાટીક લાયનના કન્ઝર્વેશન માટેના પ્રયાસોને કો-ઓર્ડીનેટ કરીએ છીએ. અમારી ટીમ કિશોર કોટેચા રીયલ એસ્ટેટ ડેવલપર - રાજકોટ
E N D
નિઃસહાય વનરાજની ગર્જનાભારતના ગીરના સિંહની મદદ માટે આગળ આવો.
વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટએ રજીસ્ટર્ડ એન.જી.ઓ. છે. અમે એશિયાટીક લાયનના કન્ઝર્વેશન માટેના પ્રયાસોને કો-ઓર્ડીનેટ કરીએ છીએ. અમારી ટીમ કિશોર કોટેચા રીયલ એસ્ટેટ ડેવલપર- રાજકોટ ડો. એમ.જી. મારડીયા સુપ્રિટેંડન્ટ, રાજકોટ ઝૂ રમા સચ્ચિદાનન્દ એન્વાયર્મેંટ હેડ, ધ ગેલેકસી સ્કુલ સીસ્ટમ રમણીક ચોન્દીગ્રા બીલ્ડર અને કોન્ટ્રાકટર બાલેન્દ્ર વાધેલાનેચરાલીસ્ટ અને કમ્પ્યુટર પ્રોફેશનલ કમલેશ અઢિયાકમ્પ્યુટર પ્રોફેશનલ કમલેશ શાહએડવોકેટ- રાજકોટ તુષાર ગોકાણી એડવોકેટ- રાજકોટ
~ ગીર અને એશિયાઇ સિંહોનું મહત્વ ~ ભારતના ગુજરાત રાજય માં આવેલ [GPA- The Gir Protected Area]ગીરનો સંરક્ષિત વિસ્તારનો ફેલાવો 1412 કિમી જેટલો છે. એશીયા મા આ એકમાત્ર જગ્યા છે, જ્યા એશિયાઇ સિંહનુ અસ્તિત્વ છે. જે દુનિયાભરમા અલભ્ય પ્રજાતી તરીકે સ્વીકારવામા આવેલ છે. વર્લ્ડ કન્ઝર્વેશન યુનીયન દ્વારા આ પ્રજાતીને "અસ્તિત્વ માટે ઝજુમતી " પ્રજાતી તરીકે સ્વીકારવામા આવેલ છે.
શું આપણે એવું ઇચ્છીયે છીએ કે આ સુંદર સિંહનુ અસ્તિત્વ માત્ર પ્રાણીસંગ્રહાલય અથવા મ્યુઝીયમમાં રહી જાય? એશિયાઇ સિંહએ જોવા મળતાં જુજ પ્રાણીઓમાંથી એક છે. જેને “નાશપ્રાયઃ" પ્રાણીઓની યાદીમાં વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન (IUCN) દ્વારા ઉમેરવામાં આવેલ છે. સદીની શરૂઆતમાં માત્ર 20 સિંહોનુ અસ્તિત્વ હતું. ઇ.સ. 1910માં ગીરના નવાબ અને રાજ્ય સરકાર તથા ગીરની પ્રજાનાં પ્રયત્નોથી અત્યારે સિંહની વસ્તી આશરે 359 થઇ ગઇ છે.
~ સિંહ માટે પ્રવર્તમાન ભય~ એશિયાઇ સિંહને સંરક્ષિત વિસ્તારમાં આવેલ સંકડાશ, રસ્તા અને ધાર્મિક સ્થળો, મનુષ્યોનો વસ્તીવધારો, માનવ-પ્રાણીનો સંઘર્ષ, જનનીક મર્યાદા અને ગેર-કાયદેસર શિકાર જેવા ભયો રહેલા છે. પરંતુ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલાં ખુલ્લા કુવાઓ સિંહો અને બીજા પ્રાણીઓ માટે મોટી આફત છે.
તમે આ ફોટામાં શું શું જોઇ શકો છો? Electric Wires Tree Electric Pole Greenery & Landscape ઝાડી, ઇલેક્ટ્રીક પોલ, ઇલેક્ટ્રીક વાયર , ગ્રીનરી વગેરે.. વગેરે..
શું તમે આ ફોટામાં ખુલ્લો કુવો જોઇ શકોછો? આ ખુલ્લા કુવાને જોવું મનુષ્યો અને પ્રાણીઓ માટે ખૂબજ મૂશ્કેલ છે.
ખુલ્લા કુવાઓ શું છે? ખુલ્લા કુવાઓ ઉંડા ખાડાઓ છે; 60 થી 100 ફૂટ ઉંડાઇ, જે પથ્થરની દીવાલ અથવા કુવાની વાડ વગરનાં હોય છે.જે ખેતીમાં પાણીની પીયતની જરૂરીયાત અને માલઢોર માટે ખેડુતો દ્વારા બનાવવામાં આવતા હોય છે.
શા માટે ગીરના ખેડુતો પોતાના કુવાઓ ખુલ્લાં રાખે છે? ગીરમાં વસતા મોટાભાગનાં ખેડુતો ગરીબ અને નાની જમીન ધરાવતાં હોય છે. તેઓની આર્થિ ક પરિસ્થિત ને કારણે તેઓ કુવાને ફરતે વાડ બનાવી શકતા નથી. Age of 70 earning $8 per week Roof to keep rain away Fully fitted kitchen! Poor man’s white house!
શા માટે પ્રાણીઓ ખુલ્લા કુવાઓમાં પડે છે? જંગલમાં થતાં માનવીય અતિક્રમણ અને ખોરાકની શોધમાં સિંહ તથા અન્ય પ્રાણીઓ આસપાસનાં વિસ્તારમાં વિચરણ કરે છે. ગીરના જંગલ અને આસપાસના 6 કિ.મી.ના વિસ્તારમા લગભગ 9000 [નવ હજાર]ખુલ્લા કુવાઓ છે.
ખુલ્લા કુવાઓ છુપા મોતના છટકા જેવા હોય છે.. સામાન્ય રીતે આ ખુલ્લા કુવાઓ હરિયાળીની વચ્ચે હોય, પ્રાણીઓ અકસ્માતે આ ખુલ્લાં કુવાઓમાં પડીને ડૂબી જવાથી મૃત્યુ પામે છે.
ખુલ્લા કુવાઓ પાણીવાળું કબ્રસ્તાન છે. પ્રાણીઓ અકસ્માતે આ ખુલ્લાં કુવાઓમાં પડીને ડૂબી જવાથી મૃત્યુ પામે છે. ઘણીવાર એક જ કુવામાં એકથી વધારે મૃત પ્રાણીઓ જોવા મળેલ છે.
સુકાં અને મૃતપાયઃકુવાઓ વધુ જોખમી હોય છે. સમયાંત્તરે ઘણા કુવાઓ સુકાય જાય છે અને તેના કારણે તેની કિનારીઓ વધુ રૂક્ષ બની જાય છે. આવાં ખુલ્લા કુવાઓ વધુ ખતરનાક સાબિત થાય છે. ખુલ્લાં કુવાઓમાં દરેક પ્રકારનાં પ્રાણીઓ પડી શકે છે, મગર પણ !
ખુલ્લા કુવાઓ મનુષ્ય નિર્મિત મોટામાં મોટો ખતરો છે. ગીરમાં લગભગ 400 જેટલાં દિપડા [લેપર્ડ] રહે છે. તેઓ સિંહ ની સાપેક્ષ વધુ વિચરણ કરતા હોય, દિપડાઓનો મૃત્યુ આંક, સિંહ કરતાં પણ વધારે હોવાની શક્યતાઓ છે.
સાહસિક બચાવ કાર્ય ગીરનો સંરક્ષિત વિસ્તાર 82 કિ.મી.ના આંતરિક રસ્તાઓ ધરાવતો મોટો વિસ્તાર છે. સાધનોની કમી અને ખરાબ રસ્તાઓને કારણે દરેક વખતે સમયસર ઘટના સ્થળ પર પહોંચવું મુશ્કેલ છે.
ઘણાંખરા બચાવી લેવાયેલ પ્રાણીઓ ગંભીરપણે ઘાયલ અવસ્થામાં સદાયને માટે વિકલાંગ થઇ જતાં હોય છે. જે ફરીથી જંગલમાં જવા માટે અશક્ત હોય તેને ઝૂમાં બાકીની જીંદગી વિતાવવી પડે છે. દા.ત.: બચાવી લેવાયેલ એક સિંહ અકસ્માત દરમિયાન આંખો ગુમાવી દેતા તેને શક્કરબાગ પ્રાણીસંગ્રહાલય- જુનાગઢ મોકલી દેવાયો. તેણે ત્યારબાદની જીંદગી આંખ વગર વિતાવી.
ખુલ્લા કુવાઓને કારણે સિંહ ના અપમૃત્યુનાં બનાવો એપ્રિલ 2001 થી મે 2008 દરમિયાન, 53 સિંહો શિકાર બન્યા , જેમાંથી 28 મૃત્યુ પામ્યાં.
વધારે જોખમી શું છે? ખુલ્લા કુવાઓ વિરૂધ્ધ શિકાર! છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ અનુસાર, ઇલેકટ્રીક શોક થી 7, શિકારીઓથી 8 ની, સાપેક્ષ ખુલ્લા કુવાઓથી 28 સિંહોના કમોત થયા!
માનવજાતને પણ ખતરો જંગલી જાનવર અને પાળેલા પ્રાણીઓ ઉપરાંત ઘણીવાર બાળકો પણ આવા કુવામાં પડી જાય છે. આમાનાં બધા બનાવોની નોંઘ થતી ન હોય આંકડાકીય માહિતી ઉપલ્બધ નથી. તેમ છતાં આ આંકડાઓ પ્રાણીઓના અકસ્માતનાં આંકડાઓ જેટલા હોવાની શક્યતા છે.
શું કરવું જોઇએ? ખુલ્લાં કુવાઓ મોટામાં મોટી સમસ્યા છે જેનો હલ ખુબ જ સરળ છે. ઝડપથી કાર્ય કરવાનો સમય આવી ગયો છે. ટુંકા સમયમાં ઝડપથી આ ખુલ્લાં કુવાઓને ફરતે વાડ કરવાની જરૂરીયાત છે. શિકાર તથા અન્ય પડકારોનો સામનો કરવો મુશ્કેલ છે, પરંતુ ખુલ્લા કુવાઓની સમસ્યા થકી ઉભા થયેલાં પડકારને સરળ ઉપાયથી એશિયાઇ સિંહોને નવજીવન આપી શકાય છે.
અત્યાર સુધી અમે શુ કર્યુ છે? અમે પહેલી એન.જી.ઓ. છીએ, જેઓએ જંગલ ખાતા સાથે કરાર કરીને ખુલ્લા કુવાઓને વાડ કરવાનુ વિરાટ કાર્ય આરંભ કરેલ છે. બીજી એન.જી.ઓ. તથા કોર્પોરેટ ની મદદથી અમો માર્ચ 31, 2008 સુધી મા 781 કુવાઓની વાડાબંધી કરી ચુક્યા છીએ, જે અમારા શેડ્યુલ થી પહેલા છે. 108 અમારા ફંડ તથા નાના ડોનેશન થકી 77 WWF-India ના સહયોગ થી 296 Vanishing Herds Foundation ના સહયોગ થી 300 TATA Chemicals Ltd ના સહયોગ થી હાલમા અમે ટાટા કેમીકલ્સ લીમીટેડ ના સહયોગ થી 700 કુવાઓ અને 80 કુવાઓ વી.એચ.એફ. ના સહયોગ થી કામ કરી રહ્યા છીએ. ઉપરાંત, અમેરીકી નાગરીક સ્ટીવ મંડેલ અને તેની સંસ્થા "Lions of Gir Foundation- USA" ના સહયોગ થી ભગીરથ કાર્ય આગળ ધપાવી રહ્યા છીએ.
બિબા (pre-cast) પધ્ધતિ થી RCC SLAB ની વાડ રચના ધણા બધા પ્રયાસો અને પ્રયોગો ના અંતે અમે બિબા પધ્ધતિ થી RCC SLAB રચના તૈયાર કરી. આ SLAB જમીનમા અંદર 6 ઇંચ અંદર અને કુવાની ધારથી 2 ફુટ દૂર હોય છે. જેમા એક ગોળાકાર રચનામા એકબીજાને ટેકો આપે એવી રીતે ગોઠવવામા આવે છે. બે સ્લેબને એકબીજા સાથે લોખડ ના સળીયાથી જોડવામા આવે છે. આ રચના ને જંગલખાતા દ્વારા સ્વીકારવામા, વખાણવામા અને ભલામણ કરવામા આવેલ છે.
કાર્યક્ષેત્રની પધ્ધતિ રાજ્યના વનખાતાએ સંરક્ષિત વિસ્તારના આજુબાજુના 6 કિ.મી.ના વિસ્તારને સિંહના વિચરણ ઉપરથી વિભાજીત કરેલ છે. વનખાતાના સહયોગથી યોગ્ય જરૂરીયાત પ્રમાણે ગામડાઓને પસંદ કરવામા આવે છે. અમે ગીર-પૂર્વના ધારી તાલુકામા પાણીયાના સંવેદનશીલ સંરક્ષિત વિસ્તારમા કાર્ય ચાલુ કરી દીધેલ છે.
દાન માટે અપીલ શુ આપણે માત્ર એક કુવાના રૂ. 6000 અથવા US$150 કે £75 માટે મહામુલા સિંહ ને ગુમાવી દઇશુ? નાના માત્ર યોગદાનથી તમે આ સુંદર અને નાશપ્રાય: પ્રાણીના અપમુત્ય અને ધાયલ થતા રોકી શકો છો. આપ નવજીવન આપવામા નીમીત બની શકો છો.
એક કુવાની વાડ બનાવવા માટેનો અપેક્ષિત ખર્ચ
વ્યકિતગત દાતાઓ દાતાઓ દ્વારા મળતા ફંડથી વાડ બનાવવા સુધીની તમામ પ્રક્રિયા, એકદમ પધ્ધતિસભર અને પારદર્શક છે. દરેક દાતાઓ ચોક્ક્સ રીતે જાણી શકે કે તેઓનુ દાન ક્યા વાપરવામા આવેલ છે. આપના દાન દ્વારા કરવામા આવેલ કુવાનુ કામ પૂર્ણ થયે.. દાતાને ઇ-મેઇલ દ્વારા ડીટેઇલ અને ફોટોગ્રાફ મોકલવામા આવશે. આ ઉપરાંત અમો GPS Co-ordiante ની વ્યવસ્થા કરી રહ્યા છીએ, જેના થકી દાતાઓના અનુદાન દ્વારા થયેલ કાર્ય નુ લોકેશન Google Earth પરથી જોઇ શકાય. દરેક દાતાઓને સહભાગી થવા બદલ સર્ટીફીકેટ આપવામા આવશે. અમે દિલગીર છીએ કે અમે US$150 કે £75 થી ઓછુ દાન નહિ લઇ શકીએ.
ઇન્સટીટયુશન / કોર્પોરેટ દાતાઓ ઇન્સટીટયુશન / કોર્પોરેટ દાતાઓ માટે બે વિક્લ્પો છે. અનુદાન અમોને મોકલો અથવા પ્રત્યેક્ષ કાર્ય કરો. જો આપ પ્રત્યેક્ષ કાર્ય કરવા માગતા હોવ, તો અમોને ખુશી થશે, આપને ટોટલ સોલ્યુશન આપતા, જે અમો નિ:શુલ્ક આપીશુ. અમારો ધ્યેય માત્ર કામ કરવાનો છે. દશ કે તેથી વધારે કુવાઓ માટે, દાતાઓના નામ કાયમી માટે સ્લેબમા એમ્બોસ કરી આપીશુ. વધુ વિગત, પર્સનલ મીટીંગ કે ફીલ્ડ વિઝિટ માટે અમને કોલ કરો. WCT ને આપવામા આવેલ અનુદાન આવકવેરા ની ધારા 80G(5) અંતર્ગત કપાત પાત્ર છે.
We Heartily Thank the Participants / Donors • TATA Chemicals Ltd • WWF-India N. Delhi • Vanishing Herds Foundation – Mumbai • Mr. Steve Mandel – USA • Rameshbhai Bakrania -UK • Rajubhai Thakrar – UK • Vinodbhai Vadher – UK • Nistha Public Charitable Trust – Baroda • Parekh Marine– Jamnagar • Rajkot Builders Association • R R Constructions Rajkot • Rajubhai Daftary Rajkot • Parthiv Patel – A’bad • Mrs. Monaben Sheth • Governor,Lions Club Intl. 323j
For information, personal meeting and field visit please contact Kishore Kotecha, Exec. Dir. (98240 62062) Rama Sachidanand, Hon. Exec. (99988 08581) Wildlife Conservation Trust 128 Star Plaza, Phulchhab Chowk, Rajkot – Gujarat – India Ph: +91 281 2444074 +91 98240 62062 Em: info@asiaticlion.org, Web: www.asiaticlion.org News Blog: http://asiatic-lion.blogspot.com Our Trust is. Non-Profit Organisation (Reg. No. E /8147 /Rajkot). Donation to our Trust is exempted U/S 80G(5) of IT Act 1961. Chqs to be drawn in the name of Wildlife Conservation Trust. ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ Donors are welcome to get project reference from Mr. Pradeep Khanna, PCCF-WL and Chief Wildlife Warden, Gandhinagar – Gujarat, pradeepkhanna10@yahoo.com Mr. Divyabhanusinh Chavda, President of WWF India and Member of Cat Specialist Group, IUCN Author of ‘The Story of Asia’s Lion (2005) and The Cheetah in India (1995), sawaj_cheetah@rediffmail.com Mr. Bharat Pathak, Conservator of Forest (WL), Junagadh – 362002 – Gujarat, cf-wl-jun@gujarat.gov.in Mr. Ravi Singh, Secretary General & CEO, WWF – India, ravisingh@wwfindia.net
આભાર Open Well Presentation Version 3.0 Date:14-5-2008
આ પ્રેઝન્ટેશન ને ગુજરાતીભાષામા લોકલાઝેશન કરવા માટેનો સહયોગ Gujarati Content Serviceshttp://www.gujaraticontent.com