180 likes | 327 Views
ભોપાલ ગૅસ દુર્ઘટના. દુનિયાની સૌથી બદતર ઔદ્યોગિક દુર્ઘટના. ઘટના નો દિવસ : 3 ડિસેમ્બર 1984 સ્થળ : ભોપાલ, મધ્ય પ્રદેશ, ભારત કંપની : યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન રસાયણ : મિથાઇલ આઇસોસાયનેટ ( 27 ટન ).
E N D
દુનિયાની સૌથી બદતર ઔદ્યોગિક દુર્ઘટના ઘટના નો દિવસ : 3 ડિસેમ્બર 1984 સ્થળ : ભોપાલ, મધ્ય પ્રદેશ, ભારત કંપની : યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન રસાયણ : મિથાઇલ આઇસોસાયનેટ (27 ટન)
5,00,000 માણસોને આ ગેસની અસર થઇ હતી. જેમાથી અત્યાર સુધીમાં 20,000 લોકો મૃત્યુ પામ્યા છે અને તે ગેસ દુર્ઘટનાની અસરના લીધે આજ દિન સુધી 1,20,000 લોકોને તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર જણાય છે
ભોપાલનું દ્રશ્ય યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન
યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન • ભોપાલમાં 1969માં શરૂઆત • ફોસ્જીન, મૉનોમિથાઇલએમાઇન, મિથાઇલએમાઇન, મિથાઇલ આઇસોસાયનેટ (MIC), અને પેસ્ટીસાઇડ કાર્બાઇલ કે જે સૅવિન ના નામે પણ ઓળખાય છે. • 2001 મા ડાઉ કૅમિકલ્સએ પોતાના તાબામાં લીધી. • ભોપાલના યુનિયન કાર્બાઇડની જવાબદારી લેવાની ડાઉ એ મના કરી દીધી
Toxic Materials in Soil and Water 33મીટર ઉંચી વૅન્ટલાઇનમાંથી ઝેરી MIC ની વરાળનો ચુવાક થયો ચીમનીનો ઉપયોગ ના કરી શકાયો કારણકે તેની પાઇપલાઇન સડી ગઇ હતી અને બદલવામા આવી ન હતી પાણીનો પડદો જેના થકી MIC ને તટસ્થ કરી શકાત તે ફક્ત 12 થી 15 મીટર ઉંચે પહોચતો હતો. પણ MICની વરાળ જમીનથી 33 મીટર ઉચેથી મોટા પ્રમાણમા વહી રહી હતી. MICનો સંગ્રહ કરતા ટાંકા: તીવ્ર રાસાયણિક પ્રક્રિયા અને MICના ચુવાક ના લીધે 610 નંબરની ટાંકીનુ દબાણ ભયજનક રીતે વધી ગયુ, જેથી સૅફ્ટી ડિશ તુટી ગઇ અને સૅફ્ટી વાલ્વ ઉડી ગયો. 619 નંબરનો ટાંકો ખાલી હોવા છતાં કોઇએ 610 નુ દબાણ ઘટાડવા તેની અને 619 વચ્ચે નો વાલ્વ ના ખોલ્યો. MIC રૅફ્રીજરેશન પધ્ધતિ કામ નહોતી કરતી અને પ્રક્રિયા ધીરી પાડવા માટે 610 નંબરની ટાંકી ઠંડી ના પાડી શકાઇ. ગેસની અશુધ્ધિ દુર કરવાનુ. સાધન: (ગૅસનો ચુવાક થાય તો કૉસ્ટીક સૉડાનો ફુવારો કરે જેથી ગૅસનું તટસ્થીકરણ થઇ જાય) સમારકામ ચાલતું હતુ એટલે બંધ હતું
ગૅસની અશુધ્ધિ દુર કરવાનું મશીન- સ્ક્રબર સ્ક્રબરની સડી ગયેલી પાઇપો
માણસોના સ્વાસ્થ્ય પર તેની અસર • શ્વસનતંત્રના ગરબડ – ફેફસાંમા બળતરા થવાના લીધે ખાંસી અને/અથવા શ્વાસ લેવામા તકલીફ થઇ. વધારે સંપર્કમા આવેલ લોકોને ફેફસામા પાણી ભરાવાના કારણે દમની તકલીફ પણ થઇ • કેન્સરનો ભય – ઘણા લોકોને જનિનિક વિકૃતિ થવાના કારણે કેન્સર પણ થયું • પ્રજનનલક્ષી જોખમ – મિથાઇલ આઇસોસાયનેટના સંપર્કમા આવવાથી ગર્ભપાત પણ થયા. ગર્ભમા રહેલ બાળકને પણ નુકસાન પહોંચ્યુ. તેમજ પુરૂષ અને સ્ત્રીઓની પ્રજનન ક્ષમતાને પણ અસર થઈ. • માતાના દુધમા પણ આ બધા ઝેરી તત્વોના અંશ જોવા મળ્યા. જે દુધ પીતા બાળકોમા પણ વહન પામ્યા
મિથાઇલ આઇસોસાયનેટભૌતિક અને રાસાયણિક ગુણધર્મો • મિથાઇલ આઇસોસાયનેટ (C2H3NO) • પ્રવાહી સ્વરૂપ • અસ્થિર • રંગહિન • તેજ, તિક્ષ્ણ વાસ • પ્રજ્વલાંક – -7oC • અણુભાર: 57.05 ડાલ્ટન • ઉત્કલન બિંદુ (760 mm Hg): 102ºF (39.1ºC) • ઠારણ બિંદુ: -49ºF • વરાળનું દબાણ: 68ºF (20ºC) પર 348 mm Hg • વરાળની ઘનતા: 1.42 (હવા = 1.00) • પાણીમાં દ્રાવ્યતા: 68ºF (20ºC)એ 6.7% ક્રિયાશીલ • જ્વલનશીલતા : ખુબ જ જ્વલનશીલ • જ્વલનશીલ વિસ્તાર: 5.3% to 26% (હવામાંની સાંદ્રતા)
નિર્દેશનુ કારણ • મિથાઇલ આઇસોસાયનેટ જોખમી પદાર્થોની સુચીમા આવે છે. તેનું નિયંત્રણ OSHA અને નિર્દેશન ACGIH, DOT, EPA અને અન્ય સંસ્થાઓ કરે છે. • તે ખાસ આરોગ્યને હાનિકારક પદાર્થોની સુચીમા પણ આવે છે કારણકે તે ખુબ જ્વલનશીલ અને સક્રિય છે
કટોકટીના સમય માટેની માહિતિ
યુનિયન કાર્બાઇડ દ્વારા ભોપાલમા ઠાલવવા મા આવેલા રસાયણો
જોખમી પદાર્થોનો અસ્તવ્યસ્ત ઢગલો
જમીન અને પાણીમાં રહેલ ઝેરી પદાર્થો એકમ parts per billion (ppb) મા છે. આના સિવાય જમીન અને પાણીના નમુનાઓમા ડાયક્લોરોબેન્ઝિન અને ટ્રાય ક્લોરોબેન્ઝિન પણ જોવા મળેલ
જમીન અને પાણીમાં રહેલ ઝેરી પદાર્થો જમીનના નમુનામાંથી સીસું, નિકલ, તાંબુ, ક્રોમિયમ, હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન અને ક્લોરોબેન્ઝીન મળ્યા હતા પારાનુ આદર્શ માપદંડ કરતા 20,000 થી 60,00,000 ગણુ વધારે પ્રમાણ જોવા મળ્યુ.
નુકસાનની ભરપાઇ અને કાનુની પાસા • રૂ. 200 કરોડથી પણ વધુની ભરપાઇ (મૃતક દીઠ રૂ. 25000) • 20 વર્ષની નિષ્ક્રિયતા • કેસની ફેરતપાસ કરીને અમેરીકાની કોર્ટમા મોકલવામા આવ્યો • ડાઉ કંપનીએ આ ઘટનાની જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો
20,000 મૃત્યુ પામ્યા 1,20,000ને ગંભીર અસર …અને આપણે વિચારીએ છીએ કે ફક્ત હથિયાર વડે જ સામુહિક વિનાશ થાય!!!!!